Suno Chandaji Jain Stavan Lyrics In Gujarati | Jain Stavan Lyrics In Hindi | Simandhar Swami Jain Stavan

સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો .


સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો . 
મુજ વિનતડી, પ્રેમ ધરીને એણી પેરે તુમ સંભળાવજો ...

જે ત્રણ ભુવનનો નાયક છે,
જસ ચોસઠ ઇંદ્ર પાયક છે,
નાણ દરિસણ જેહને લાયક છે
સુણો...૧

જેની કંચન વરણી કાયા છે,
જસ ધોરી લંછન પાયા છે,
પુંડરિકિ નગરીનો રાયા છે
સુણો...૨

બાર પર્ષદામાંહી બિરાજે છે.
જસ ચોત્રીસ અતિશય છાજે છે
ગુણપાંત્રીસ વાણીએ ગાજે છે
સુણો...૩

ભવિજનને જે પડિબોલે છે,
તુમ અધિક શીતલ ગુણ સોહે છે,
રૂપ દેખી ભવિજન મોહે છે
સુણો...૪

તુમ સેવા કરવા રસિયો છું,
પણ ભારતમાં દૂરે વસિયો છું,
મહામોહરાય કર ફસિયો છું
સુણો...૫

પણ સાહિબ ચિત્તમાં ધરીયો છે,
તુમ આણાખડગ કર રહીયો છે,
તો કાંઇક મુજથી ડરીયો છે
સુણો...૬

જિન ઉત્તમ પૂંઠ હવે પૂરો,
કહે પદ્મવિજય થાઉં શૂરો,
તો વાઘે મુજ મન અતિ નૂરો
સુણો...૭

Post a Comment

0 Comments