મારા દાદાને જઈને કહેજે દર્શન આપે રે,
ગામ ગામથી માળીડા તમે વહેલા આવો રે,
મારા પ્રભુજીને કાજે રૂડાં ફૂલડાં લાવો રે,
ચંપો લાવો, ગુલાબ લાવો...મોગરા લાવો રે,
મારા દાદાની તમે સુંદર આંગી રચાવો રે...પંખીડા
- ગામ ગામથી સોનીડા તમે વહેલા આવો રે
મારા પ્રભુજી ને કાજે સુંદર આંગી લાવો રે,
મુગટ લાવો, કુંડળ લાવો, સારા લાવો રે,
મારા દાદાને તમે સુંદર આભૂષણ પહેરાવો રે...પંખીડા
- ગામ ગામથી ઝવેરી તમે વહેલા આવો રે,
મારા પ્રભુજીને કાજે સુંદર હારલા લાવો રે,
હીરાના લાવો, માણેકના લાવો, મોતીના લાવો રે,
મારા દાદાને તમે સુંદર હાર પહેરાવો રે...પંખીડા
- ગામ ગામથી ભક્તો તમે વહેલા આવો રે,
મારા પ્રભુજીની તમે સુંદર ભક્તિ કરજો રે,
પૂજા ભણાવો, ભાવના ભાવો, ગીતડાં ગાવો રે,
મારા દાદાની તમે સુંદર ભક્તિ કરજો રે...પંખીડા
0 Comments