દાદા આદેશ્વરજી દુરથી આવ્યો
તર્જ: (દુલ્હે કા સેહરા સુહાના લગતા હૈં)
દાદા આદેશ્વરજી, દાદા આદેશ્વરજી
દુરથી આવ્યો દાદા દર્શન દો...
કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચઢે પલાણે
કોઈ આવે પગ પાળે, દાદા ને દરબાર...દાદા આદેશ્વરજી...
સેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચઢે પલાણે
હું આવં પગ પાળે, દાદા ને દરબાર...દાદા આદેશ્વરજી...
કોઇ મૂકે સોના રૂપા, કોઇ મૂકે મોહર
કોઇ મૂકે ચપટી ચોખા, દાદા ને દરબાર...દાદા આદેશ્વરજી...
સેઠ મૂકે સોના રૂપા, રાજા મૂકે મોહર
હું મુકુ ચપટી ચોખા, દાદા ને દરબાર...દાદા આદેશ્વરજી...
કોઇ માંગે કંચન કાયા, કોઇ માંગે આઁખ
કોઇ માંગે ચરણોં ની સેવા, દાદા ને દરબાર...દાદા આદેશ્વરજી...
પાંગળો માંગે કંચન કાયા, આંધળો માંગે આઁખ
હું માંગુ ચરણોં ની સેવા, દાદા ને દરબાર...દાદા આદેશ્વરજી...
"હીરવિજય" ગુરુ હીરલો ને, વીરવિજય ગુણ ગાય
શત્રુજય ના દર્શન કરતા, આનંદ અપાર...દાદા આદેશ્વરજી...
Lyrics: Param Pujya Shri Heervijayji M. S.
0 Comments